Connect Gujarat
ગુજરાત

ભરૂચ: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના રૂ.7.77 કરોડના લોન કૌભાંડમાં આરોપીઓની ધરપકડ

ભરૂચ: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના રૂ.7.77 કરોડના લોન કૌભાંડમાં આરોપીઓની ધરપકડ
X

ભરૂચ શહેર સ્ટેશન રોડ ઉપર આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનાં મેનેજરે તેઓની બેંકમાં સુરતનાં જે.વી. ડેવલોપર્સ દ્વારા વર્ષ 2016-17માં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં હથુરણ, તરસાડી તથા અંક્લેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામોમાં રેસીડેન્સી મકાનો બનાવવા માટે કૈલાશ નગર, ડિવાઇન વિલા, ડિવાઇન રેસીડેન્સી અને આરઝુ રેસીડેન્સી પ્રોજેક્ટનાં પ્લોટો પૈકી કુલ 49 પ્લોટ ઉપર બેંક પાસેથી લોન મેળવવા તરક્ત રચ્યું હતું.

પોતાના સગા વ્હાલા તથા ઓળખીતાને ખોટા ગ્રાહકો દર્શાવી બેંક લોન મેળવવા ખોટા ગ્રાહકોનાં નામે ખોટા દસ્તાવેજો બનાવી યુનિયન બેંક ઓફ ઇન્ડીયા ભરૂચ શાખામાં રજુ કરી કુલ રૂપિયા 7.77 કરોડ લોન જે.વી. ડેવલોપર્સ દ્વારા લેવામાં આવી હતી.બિલ્ડર્સ દ્વારા ખોટા નામે ખોટા દસ્તાવેજો , ખોટા સાટાખટ , ખોટા બાંધકામ કરાર , ખોટા ઇન્કમ ટેક્ષ રીટર્ન , બેંકમાં રજુ કરી તત્કાલિન બેંક મેનેજર સાથે સાંઠ ગાંઠ કરી કરોડોની લોન મંજુર કરાવી બેંક સાથે ઠગાઇ કરતા 24 જૂને બેંક મેનેજર દ્વારા સુરતના બિલ્ડર બંધુઓ વિજય વિનુભાઇ ફિણવીયા, જયદિપ વિનુભાઇ ફિણવીયા સાથે સુરેશભાઇ હિંમતભાઇ સુહાગીયા, જગદીશભાઇ બાલુભાઇ વકેરીયા, હરેશભાઇ કાળુભાઇ વકેરીયા, ઘનશ્યામભાઇ બાબુભાઇ ઘોરી, સંજયભાઇ ભુરાભાઇ ભુવા, બેંક મેનેજર જી.કે.વસાવા રહે રાજપીપળા, વેલ્યુઅર પ્રકાશ લોખંડવાલા રહે.GIDC અંકલેશ્વર, વેલ્યુઅર બંકિમ દવે રમણલાલ દવે એન્ડ સન્સ રહે. સુરત અને વકીલ મુકુલ ઠાકોર રહે . પ્રિતમ સોસાયટી -૧ , ભરૂચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેની તપાસ એ ડિવિઝન પી.આઈ. એ.કે.ભરવાડએ સાંભળી મુખ્ય આરોપી જે.વી.ડેવલોપર્સ નાં બિલ્ડર વિજય ફિણવીયા અને જયદિપ ફિણવીયાને પોલીસ ટીમ દ્વારા સુરતથી પકડી પડાયા હતા.બિલ્ડર બંધુઓએ તત્કાલિન મેનેજર જી.કે.વસાવા નાઓ સાથે સાઠ ગાંઠ કરી બેંક પાસેથી અલગ અલગ પ્રોજેક્ટમાં પ્લોટ ઉપર ખોટી રીતે બાંધકામ લોન મેળવી કૌભાંડ કરેલાનું સામે આવ્યું હતું. બને બિલ્ડર બંધુઓ અને બાદમાં પકડાયેલા તત્કાલીન બેંક મેનેજર જી.કે. વસાવા તથા ભુતપુર્વ સીનીયર બેંક મેનેજર રમેશ સોલંકીના રિમાન્ડ મેળવવા સાથે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે.

Next Story