અંકલેશ્વર: GIDCમાં આવેલ ડીવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓનો હોબાળો

ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ ડિવાઇન વિદ્યાનિકેતન શાળા પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળામાં કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા

ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આ.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે પરંતુ શાળામાં કોઈપણ પ્રકારની સુવિધા નથી. શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી. તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પર નક્કી નથી કરવામાં આવ્યા. 

આ તરફ શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે.વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર અપાવવાની માંગ કરવામાં આવી રહી છે. મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરાતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો

Latest Stories