New Update
/connect-gujarat/media/media_files/2025/03/28/Sv75WNU0lnBOE40spz4e.jpg)
ભરૂચના વાલિયા તાલુકાના ભમાડીયા ગામની સીમમાંથી ઇક્કો અને મોપેડ ઉપરથી વિદેશીદારૂના 3.43 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.જ્યારે પાઈલોટિંગ કરતા સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ભરૂચના વાલિયા પોલીસે પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી ઇક્કો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે.તેની સાથે બાઈક સવાર ઇક્કો ગાડીનું પાઈલોટિંગ કરી આગળ ચાલે છે.જેવી બાતમીના આધારે પોલીસે ભમાડીયા-મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતો તે દરમિયાન બાતમી વાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇક્કો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 24 હજારનો દારૂ તેમજ ઇક્કો ગાડી,બાઈક મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને વાલિયાની સીંલુંડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ 59 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામનો વિકેશ ઉર્ફ ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો.
તો પાછળ બેઠલ ઇસમ અને ઇક્કો કારનો પાઈલોટિંગ કરતા બાઈક સવાર સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
Latest Stories