અંકલેશ્વરમાં ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.

New Update
Advertisment
  • અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

  • મહિલા સાથે છેતરપિંડી

  • પોલીસ હોવાનું જણાવી મહિલા પાસેથી ઘરેણા પડાવાયા

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ આજરોજ સવારના અરસામાં તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમ્યાન માનવ મંદિર નજીક બાઈક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમ્યાન બન્ને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો.
મહિલા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ બુમાબુમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.આ અંગેની જાણ થતાની સાથે જ જીઆઇડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઇ બન્ને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે
Latest Stories