New Update
/connect-gujarat/media/media_files/RypM9yOYsv2cXr4ZAEgv.jpeg)
સમગ્ર દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.જેની માહિતી આપવા ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ સબ ઇન્સ્પેકટર વૈશાલી આહીર દ્વારા લોકોને આ ત્રણેય ફોજદારી કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં 51 વર્ષ જૂના સીઆરપીસીનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) લેશે. ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટાભાગના ગુનામાં અગાઉથી વધારે સજા મળશે. ઇલેક્ટ્રોનિક માહિતીથી પણ એફઆઇઆર નોંધાવી શકશે. સામાજિક સેવા જેવા કાયદા પણ લાગુ કરવામાં આવ્યા છે આ બાબતે લોકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં કાવી પોલીસ મથકના કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.