Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ગાલ પર તિરંગો દોરાવી રાષ્ટ્ર પ્રત્યેની પ્રિતિ ઉજાગર કરી

સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. નજીકના દિવસોમાં ૧૫મી ઓગષ્ટનો રાષ્ટ્રીય તહેવાર દસ્તક દઇ રહ્યો છે.

ભાવનગર : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ગાલ પર તિરંગો દોરાવી રાષ્ટ્ર પ્રત્યેની પ્રિતિ ઉજાગર કરી
X

સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. નજીકના દિવસોમાં ૧૫મી ઓગષ્ટનો રાષ્ટ્રીય તહેવાર દસ્તક દઇ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વવાન પર સમગ્ર દેશમાં તા. ૧૩થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ગુજરાતના ૧ કરોડ ઘર અને કચેરી પર તિરંગો લહેરાવl 'હર ઘર તિરંગા'ની ઉજવણી કરવામાં આવનાર છે.

દેશની આઝાદીના ૭૫માં અમૂલ્ય અવસર પર સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિથી તરબોળ બનવા જઇ રહ્યો છે. જેમાંથી શાળાઓ અને ભારતના ભાવી નાગરિકો એવાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. વિદ્યાર્થીઓ પર 'માં' ભારતીના ગર્વનો આ અવસર આન, બાન અને શાન સાથે ઉજવાય તે માટે ઉત્સાહિત અને લાલાયિત છે. અત્યારે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બાળ મેળો અને લાઈફ સ્કિલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં 'હર ઘર પે તિરંગા'નું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત થીમનું પણ આયોજન સમાવિષ્ટ છે, ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં પણ ધોરણ ૧થી ૮માં બાળમેળો અને લાઈફ સ્કિલ અંતર્ગત બાળકોને આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત 'હર ઘર તિરંગા'ની થીમ પર 'હર ગાલ પે તિરંગા થીમ' આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં શાળાના શિક્ષક નાથા ચાવડાએ શાળાના ૧૭૫ બાળકોના ગાલ પર તિરંગાનું ટેટુ બનાવીને હર ગાલ પર તિરંગા દ્વારા તેની ઉજવણી કરી હતી.

Next Story