Connect Gujarat
ગુજરાત

ભાવનગર : મવાઠાના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી...

X

ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે માવઠાનો માર જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

ભાવનગરમાં ધુળેટીના મીની વેકેશન બાદ જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે ફરી વખત ડુંગળીની આવક શરૂ થઈ હતી, ત્યારે એક તરફ માર્કેટિંગ યાર્ડ ખાતે આવકને લઈને કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. તો બીજી તરફ, વરસાદની આગાહીને લઈને વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. મોટાભાગની ડુંગળી પાણીમાં પલળી જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે, જ્યારે એક તરફ ડુંગળીના ભાવમાં ઉછાળો છે, ત્યારે માવઠાને લઈને ડુંગળીના ભાવમાં ઘટાડો આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી રાખવા માટે સેડની વ્યવસ્થા નહીં હોવાથી ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.

જોકે, ભાવનગર ડુંગળીના ઉત્પાદન માટે ગુજરાતમાં મોખરે છે. અહી મબલક પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે ડુંગળીને વેચવા માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતોને અનેક સુવિધાઓના પ્રશ્નો છે. અહી માવઠા અને વરસાદમાં ડુંગળી રાખવા માટે સેડ, ઓટલા, તાડપત્રી જેવી સુવિધાઓ નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Next Story