Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોંગ્રેસ દ્વારા "શિક્ષણ બચાવો અભિયાન" કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવાયો

ભાવનગર : કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવાયો
X

ભાજપ દ્વારા રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભાવનગર ખાતે કોંગ્રેસે મોંઘા થતા શિક્ષણને લઈને શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો.

ગુજરાતની રૂપાણી સરકારના નેતૃત્વ હેઠળ 5 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હાલના સમયમાં સરકારી શાળાઓના શિક્ષણ નબળા અને શિક્ષણ મોંઘા થાય તે મુદ્દે શિક્ષણ બચાવો અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, કોરોના કાળમાં પણ પ્રાઇવેટ સ્કૂલ-કોલેજોએ ફી માફ કરી નહિ, અને સરકારે પણ કોઈ પગલાં લીધા નહિ. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડવું પડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સરકાર પોતાની વાહવાહી કરવા માટે ઉજવણી કરી રહી છે. શિક્ષિત બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે બેરોજગારોને રોજગારી આપવાના બદલે સરકાર જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી રહી છે.

ભાવનગર શહેર જીલ્લા-કોંગ્રેસ સમિતીના કાર્યકરો સરકારના વિવિધ કાર્યક્રમનો વિરોધ કરતા નથી. પરંતુ લોકોને સાચી વાત અને જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી ક્યારે કરી શકે, જ્યારે યોગ્ય જ્ઞાની લોકોને યોગ્ય સ્થાન મળે, ત્યારે જ સરકાર દ્વારા આ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી શકાય તેવી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ પ્રકાશવાઘાણી, વિપક્ષ નેતા ભરત બુધેલીયા, જીલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહીલ સહિત ભાવનગર શહેર જીલ્લા કોંગ્રેસના આગેવાન, કોર્પોરેટર, જીલ્લા-તાલુકાના સદસ્ય, શિક્ષણ સમિતિ સદસ્ય, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ તેમજ મહિલા કોંગ્રેસ અને વિવિધ સેલના આગેવાનો હાજર રહ્યા હતા.

Next Story
Share it