ભાવનગર : જન જાગરણ અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ પદયાત્રા યોજી નોંધાવ્યો મોંઘવારી સામે વિરોધ...

કોંગ્રેસના કાર્યકરો દ્વારા પદયાત્રા યોજી સરકારને મોંઘવારી ઉપર કાબુ મેળવવા માંગ કરી હતી.

New Update

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવાના શરૂ થાય છે. હાલ મોંઘવારીને લઈને વિરોધ પક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રહારો કરાયા છે, ત્યારે મોંઘવારી મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં જન જાગરણ અભિયાન હેઠળ પદયાત્રા યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડની આગેવાનીમાં જન જાગરણ અભિયાન હેઠળ પદયાત્રા યોજાય હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. જેમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિત શાકભાજીના વધી રહેલા ભાવોની અસર સામાન્ય લોકોને થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પદયાત્રા યોજી સરકારને મોંઘવારી ઉપર કાબુ મેળવવા માંગ કરી હતી.