ભાવનગર : દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનાર યોજાયો
BY Connect Gujarat21 July 2021 7:01 AM GMT

X
Connect Gujarat21 July 2021 7:01 AM GMT
ભાવનગર જીલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ વ્યક્તિઓ તમામ સરકારી સહાય સરળતાથી મેળવી શકે તેમજ GPSC/UPSC ની પરીક્ષાઓમાં જલવંત કારકિર્દી બનાવી શકે તેવા હેતુસર ગત તા. ૨૦/૦૭/૨૦૨૧ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા રોજગાર કચેરી તથા વિકાસ વર્તુળના સંયુક્ત રીતે ભાવનગર જિલ્લામાં હાલમાં IAS પ્રોબેશનરી તરીકે ફરજ બજાવતા જયંતકિશોર માનકલેના માર્ગદર્શન હેઠળ આ માર્ગદર્શન વેબિનાર યોજાયો હતો.
આ વેબિનાર ઓમલાઇન માધ્યમથી તથા ફેસબુક LIVE દ્વારા કરવામાં આવ્યો હતો. આ વેબિનારમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ સંસ્થાના શિક્ષકો, વાલીઓ, સંચાલકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Next Story