Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન અંગે ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું...

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા તા. ૨૫-૧૨-૨૦૨૧થી તા. ૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભાવનગર : પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન અંગે ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું...
X

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા તા. ૨૫-૧૨-૨૦૨૧થી તા. ૩૧-૧૨-૨૦૨૧ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ સિહોર ખાતેના બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો.

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરી દવેએ ખેડૂત કલ્યાણના આ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સમાજજીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોને આવરી લેતા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સમગ્ર સપ્તાહને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર સંવેદનશીલતા સાથે સમાજના તમામ વર્ગને લાભ મળે તેમજ છેવાડાનો માનવી પણ કોઈપણ લાભથી વંચિત ન રહી જાય તે માટે રાજ્યના દરેક જીલ્લા મથકે તેમ જ તાલુકા મથકે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લાભાર્થીને વિવિધ લાભો આપવામાં આવી રહ્યાં છે. જગતના તાત એવાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને પૂરતી સહાય આપવા માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી, કાંટાવાળી તારની યોજના, ઇથેનોલ પોલીસી, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન તેમજ પ્રવાહી જૈવિક ખાતર માટે સરકારની વિવિધ યોજનાઓ ખેડૂતો માટે લાભદાયી છે. સરકાર દ્વારા ગુજરાતની નદીઓની સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને તેમના દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

Next Story