Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પ્રતિમાની સફાઈ ના થતાં લોકોમાં જોવા મળ્યો રોષ....

મોક્ષ મંદિર અને બોર તળાવ ગૌરી શંકર સરોવર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે.

X

ભાવનગર શહેરમાં કુંભારવાડા મોક્ષ મંદિર અને બોરતળાવ કૈલાશ વાટિકા ખાતે મુકવામાં આવેલી ભગવાન ભોળાનાથની પ્રતિમા પવિત્ર શ્રાવણ માસમાં પણ સફાઈનાં અભાવે જેમની તેમ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ લોકો એક મહિના માટે ભગવાન ભોળાનાથ શિવ શંકરની ઉપાસના કરતા હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં ભગવાન ભોળાનાથની સૌથી મોટી બે પ્રતિમાઓ બિસ્માર જોવા મળી હતી. શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર અને બોર તળાવ ગૌરી શંકર સરોવર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઉંચી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે.

પવિત્ર શ્રાવણ માસમાં આ પ્રતિમાઓ બિસ્માર હાલતે જોવા મળી હતી. ભગવાનની પ્રતિમા પાસે કચરાના ઢગલા અને પક્ષીઓની ચરક તેમજ પ્રતિમા પણ કોઈ જગ્યાઓ પર ખંડિત બની છે. જે અંગે ભાવિક ભક્તો અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા કુંભારવાડા મોક્ષ મંદિરનાં ટ્રસ્ટીઓ અને મનપા પાસે સફાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. અન્યથા આ કાર્ય સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવે જેથી તેમના દ્વારા સફાઈ કરી જાળવણી કરવામાં આવશે. જે અંગેની મંજૂરી આપવા માટે માંગ કરી હતી.

Next Story