ભાવનગર : મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે મોરારિબાપુએ કર્યું ધ્વજવંદન

New Update

ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મોરારિબાપુએ મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે મહાનુભાવોની ઉપસ્થતિમાં ધ્વજવંદન કર્યું કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સમગ્ર રાષ્ટ્ર સમાજને શુભકામનાઓ પાઠવી હતી. મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી જયંતિ મહોત્સવ સાથે રાષ્ટ્રીય પર્વ મનાવવામાં આવ્યો હતો. જેમાં તુલસી સંગોષ્ઠી નિમિત્તે સામેલ રહેલા વિદ્વાનો પણ જોડાયા હતા. કૈલાસ ગુરુકુળના જયદેવ માંકડના સંકલન તેમજ હરિશ્ચંદ્ર જોષીના સંચાલન સાથે સમગ્ર કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.