ભાવનગર : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સગર્ભા માતા તપાસણી કેમ્પ યોજાયો

ભાવનગર જિલ્લાના સણોસરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ સણોસરા આસપાસના ૧૪ ગામોની સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી તેમને જરૂરી સલાહ આપી વધુ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ માટે રીફર કરવામાં આવી હતી.
સણોસરા ખાતે યોજાયેલ કેમ્પમાં આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવી હતી. દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સગર્ભા બહેનોને દવા તેમજ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સગર્ભા બહેનો લાવવા-લઇ જવા માટે ખિલખિલાટ કનુભાઈ મોરી તથા લાભુભાઈ આહીરનો સુંદર સહયોગ મળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રધ્ધા જોષી, પુષ્પા અગ્રાવત, કવિતા પટેલિયા, નેહ ડાભી દ્વારા જહેમત ઉઠાવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.તાવીયાડ, આર.સી.એચ. ડો. પી.વી.રેવર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વાકાણી, તાલુકા સુપરવાઈઝર અનિલ પંડિત, હસુમતી ગોહિલના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. આશીયા હુનાણી, સુપરવાઇઝર મિતેશ ગોસ્વામી, લીલા પરમાર, લેબ ટેક્નીશીયન કલ્પેશ ડાંગર, ફાર્મા મિતાલી પંડ્યા, આર.બી.એસ.કે. ડો. મહેશ પંડ્યા તથા આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ૧૪ ગામોમાંથી ૬૭ સગર્ભા બહેનોની તપાસણી કરાઈ અને દરેક સગર્ભા બહેનોની તપાસ-સલાહ-સારવાર અને જોખમી સગર્ભા માતાને રીફર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
સુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMTમોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ...
16 Aug 2022 11:58 AM GMT