Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલને મોટી રાહત: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લડી શકે છે આગામી વિધાનસભાની ચૂંટણી !

રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે.

હાર્દિક પટેલને મોટી રાહત: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લડી શકે છે આગામી વિધાનસભાની ચૂંટણી !
X

રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે. તમને જણાવી દઇએ કે, વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ સાથે હાર્દિક પટેલે 2019 માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આથી હાર્દિક પટેલ હવે વિધાનસભા ચૂંટણી લડી શકે છે.સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાન અને આગચંપી માં અપીલો પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂક્યો છે અને કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મુકવો જોઈતો હતો ગયા મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભે નોંધાયેલા 10 કેસો પરત ખેંચી લીધા હતા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પરત ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટે 7 કેસ પરત ખેંચવાની મંજૂરી આપી હતી.સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પરત ખેંચવાની મંજૂરી આપી હતી. જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. બીજી તરફ હાર્દિક પટેલે આંદોલન ને લગતી તમામ બાબતો પાછી લઈને સરકાર પાટીદાર યુવાનોને રાહત આપે તેવી માંગ કરી હતી. હાર્દિક સરકારને ચેતવણી આપી હતી કે, જો કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો વધુ એક આંદોલન કરવામાં આવશે.

Next Story