Connect Gujarat
ગુજરાત

બોર્ડની પરીક્ષાના નિયમો કડક, કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ ઝડપાશે તો પરિણામ રદ થશે,જાણો પછી શું થશે..?

બોર્ડની પરીક્ષાના નિયમો કડક, કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ ઝડપાશે તો પરિણામ રદ થશે,જાણો પછી શું થશે..?
X

ગુજરાત ભરમાં આગામી 28મી માર્ચથી શરૂ થતી ધોરણ 10-12 પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા બાહર પડાઈ છે. જેમાં બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ અને ગેરશિસ્તના કિસ્સામાં કયા પ્રકારની સજા કરવામાં આવશે તે અંગેનું કોષ્ટક દરેક પરીક્ષા કેન્દ્ર પર મૂકાશે.

કુલ 33 પ્રકારની ગેરરીતિ અને તેની સજાનું કોષ્ટક નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓની અવેરનેસ માટે લગાડાશે.વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા દરમિયાન સ્માર્ટ વોચ કે મોબાઇલ ઝડપાશે તો તેવા કિસ્સામાં પરિણામ રદ થવાની સાથે તેમની સામે પોલીસ કેસ પણ નોંધાશે. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા કે ઘાતક હથિયાર સાથે રાખે તેવા સંજોગોમાં પરિણામ રદ કરી કાયમ પરીક્ષામાં બેસવા દેવાશે નહિ. વિદ્યાર્થી કે અન્ય કોઇ પણ બહારના વ્યક્તિ દ્વારા ગેરરીતિ ન આચરાય તે માટેની તકેદારી રાખવા તંત્રને સૂચના પણ અપાઈ છે.

Next Story