Connect Gujarat
ગુજરાત

હાલોલમાં બ્રિટીશ PM જોન્સનની મોટી જાહેરાત- ચાલુ વર્ષના અંતમાં ભારત સાથે બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું..

હાલમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલો છે અને હવે જોન્સને બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાત કરી છે.

હાલોલમાં બ્રિટીશ PM જોન્સનની મોટી જાહેરાત- ચાલુ વર્ષના અંતમાં ભારત સાથે બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું..
X

પંચમહાલના હાલોલમાં નવા બનેલા જેસીબી પ્લાન્ટની મુલાકાતે આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારત સાથે ફ્રી ટ્રેડ (મુક્ત વેપાર)ને લઈને એક મોટી જાહેરાત કરી છે. જોન્સને કહ્યું કે 2022ના અંત સુધીમાં ભારત સાથે બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની અમને આશા છે. હાલમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલો છે અને હવે જોન્સને બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાત કરી છે. જોનસે કહ્યું કે ભારત સાથે સિક્યુરીટી અને ડિફેન્સ પાર્ટનરશીપ મજબૂત કરવાની અમારી પાસે તક છે.

તેમણે કહ્યું કે બ્રિટન તેની નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરીટી સ્ટ્રેટેજીની સર્વાંગી સમિક્ષામાં ઈન્ડો-પેસિફિક તરફ ઝુકાવ કરી રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમીના એક મોટા ભાગને જોતા તથા તેના વિકાસને ધ્યાનમાં લેતા આવું કરવું યોગ્ય છે. જોનસને કહ્યું કે ભારત અને બ્રિટન વિશ્વમાં ચાલી રહેલી નિરંકુશ સત્તા પરત્વે ચિંતિત છે. ભારત અને બ્રિટન બન્ને લોકશાહી દેશ છે અને તે બન્ને એકબીજા સાથે ટકી રહેવા માગે છે. યુક્રેન મુદ્દે બોલતા બ્રિટીશ પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે યુક્રેન મુદ્દો ઉઠાવ્યો છે. જો તમે જુઓ તો ખબર પડે કે ભારતે યુક્રેનના બૂચામાં થયેલા નરસંહારને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

Next Story