સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય, ઉનાળામાં પાણીના સંગ્રહ બાબતે વિશેષ ચર્ચા
રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી॰ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,રાજ્યના કોઈ પણ નાગરિકને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મંત્રીઓ અને અધિકારીઓ ને આદેશ આપ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની મીટિંગ માં રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પીવાના પાણીની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. આ સાથે અછતવાળા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અધિકારી અને રાજ્યના મંત્રી ને આપવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મીટિંગમાં રાજ્યમાં પશુઓ માટે પીવાના પાણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્યના જળાશયમાં પાણીના સંગ્રહ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ હતી