Connect Gujarat
ગુજરાત

ઉત્તરાયણ પર્વએ આરોગાતા ઊંધિયું જલેબીને પણ કોરોનાનું ગ્રહણ,વેચાણ ઘટ્યું

ઉત્તરાયણના પર્વ નિમિત્તે આરોગાતા ઊંધિયા જલેબીના વેચાણ પર કોરોનાની અસર જોવા મળી છે. લોકોએ ઘરની બહાર નિકલવાનું ટાળતા ઊંધિયા જલેબીના વેચાણમાં ઘટાડો થયો છે.

X

ઉત્તરાયણના પર્વ નિમિત્તે આરોગાતા ઊંધિયા જલેબીના વેચાણ પર કોરોનાની અસર જોવા મળી છે. લોકોએ ઘરની બહાર નિકલવાનું ટાળતા ઊંધિયા જલેબીના વેચાણમાં ઘટાડો થયો છે

ઉત્તરાયણ ઊંધિયા જલેબીના વેચાણને પણ આ વખતે કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું. આ વખતે લોકોએ બહારના ઉંધુયી જલેબી આરોગવા કરતા ઘરમાં જ તેને બનાવવાનું પસંદ કર્યું હતું

ઉત્તરાયણ પર્વ એટલે ઊંધિયું જલેબીની જિયાફતનો પર્વ. લોકો મન મૂકીને ઊંધિયું જલેબીની લિજ્જત માણે છે અને પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરે છે. આ વર્ષે બજારમાં ઉંધીયાનો ભાવ રૂ. 260 થી 300 પ્રતિ કિલો હતો. તો જલેબી 300 થી 400 રૂ. પ્રતિ કિલો હતી. જો કે આ વખતે કોરોનાના કારણે ઊંધિયા જલેબીના વેચાણમાં ખુબ મોટો ફટકો જોવા મળ્યો હતો. કોરોનાના કારણે લોકોએ બહારના ઊંધિયા જલેબી કરતા ઘરમાં જ તેને બનાવવાનું પસંદ કર્યું હતું અને તેના કારણે વેપારીઓએ નુકસાન વેઠવું પડ્યું હતું. બજારમાં ઘરાકી પણ ઓછી જોવા મળી હતી.

Next Story