Covid-19 : રાજ્યમાં આજે 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 612 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.15 ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5159 દર્દી એક્ટિવ છે. જે પૈકી 86 દર્દી વેન્ટિલેટર પર છે. 5073 લોકો સ્ટેબલ છે. 807424 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, આણંદ 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત સાથે કુલ 3 લોકોના મોત થયા છે. કુલ 10037 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજના નવા કેસની ચર્ચા કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 30 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં 10, સુરત જિલ્લામાં 8, વડોદરા શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 6, જૂનાગઢમાં 5, કચ્છમાં 5, વલસાડમાં 5, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,53,300 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે