કોવિડ-19 : રાજયમાં આજે 42 નવા પોઝિટિવ કેસ નોધાયા, 262 દર્દીઓ થયા સાજા

New Update

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 42 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. અત્યાર સુધીમાં કુલ 10073 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજે 262 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 931 છે. 922 લોકો સ્ટેબલ અને 09 દર્દી વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.66 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 2,32,949 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

Advertisment

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 175ને પ્રથમ અને 8930 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 38478 લોકોને પ્રથમ અને 64871 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 115506 લોકોને રસીનો પ્રથમ અને 4989 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 2,32,949 લોકોને આજનાં દિવસમાં રસી અપાઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 કુલ લોકોને રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.

Advertisment
Latest Stories