Connect Gujarat
ગુજરાત

દાહોદ : ચોરી કરવાના ઇરાદે આવેલ ઈસમને લાગ્યો વીજ કરંટ, મકાનના છાપરા ઉપર મળ્યું મોત..

દાહોદના દર્શન રોડ ઉપર મહાકાળી મંદિર નજીક ચોરી કરવાના ઇરાદે અજાણ્યા ઇસમે એક મકાનને નિશાન બનાવ્યું હતું,

દાહોદ : ચોરી કરવાના ઇરાદે આવેલ ઈસમને લાગ્યો વીજ કરંટ, મકાનના છાપરા ઉપર મળ્યું મોત..
X

દાહોદ શહેરના દર્શન રોડ ઉપર ચોરી કરવાના ઇરાદે આવેલ એક ઈસમને વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, દાહોદના દર્શન રોડ ઉપર મહાકાળી મંદિર નજીક ચોરી કરવાના ઇરાદે અજાણ્યા ઇસમે એક મકાનને નિશાન બનાવ્યું હતું, ત્યારે મધ્યરાત્રિના સમયે આ ઈસમ કાચા મકાનના છાપરા ઉપરથી મકાનમાં પ્રવેશ કરવા જતાં, ત્યાં રહેલા ખુલ્લા વીજ વાયરને તે સ્પર્શી ગયો હતો. જેથી વીજ કરંટ લાગતાં આ ઈસમનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે, વહેલી સવારે આસપાસના લોકો દ્વારા દાહોદ ટાઉન પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ કરાય હતી, ત્યારે દાહોદ ટાઉન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it