દાહોદ : નામાંકિત કંપનીના નામે કોસ્મેટીક આઈટમો વેચવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત

નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલોમાં નકલી માલ ભરી વેચવાના કૌભાંડનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે.

New Update

નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલોમાં નકલી માલ ભરી વેચવાના કૌભાંડનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે રૂ. 2.20 લાખના મુદ્દામાલ સાથે ઉત્તરપ્રદેશના 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

દાહોદ નજીક કસ્બા રોડ પર એક મકાનમાંથી નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના 8 જેટલા શખ્સોને દાહોદ પોલિસે ઓચિતો છાપો મારી ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂ. 2.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે હિન્દુસ્તાન લીવર પ્રા. લીમીટેડ કંપનીના કલીનીક પ્લસ, સનસીલ્ક જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેંચતા હોવાની બાતમી કંપનીના જવાબદાર અધિકારીઓને મળતા તેઓ દાહોદ ખાતે આવી દાહોદ ટાઉન એ’ ડિવિઝન પોલિસનો સંપર્ક કર્યો હતો. પોલિસની ટીમને સાથે લઈ દાહોદ હાઈવેથી સ્મશાન તરફ આવતાં રોડ પર આવેલ ઈદરીશ ઈસ્માઈલ પાટુકના પ્રથમ માળે ઓચિંતો છાપો મારી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લિક્વિડ ભરી વેંચનાર 8શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલિસે નાની મોટી ખાલી તેમજ ભરેલી બોટલ, 7 જેટલા મોબાઈલ ફોન, 22 નંગ નમકની થેલીઓ તથા હોટ ગન સહિનો મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Latest Stories