Connect Gujarat
ગુજરાત

દાહોદ : એશિયામાં સર્વ પ્રથમ વખત સૌથી ભારે ગાંઠને વજાયનલ સર્જરીથી દૂર કરાય, તબીબની સિદ્ધિ એશિયા બુકમાં પ્રમાણિત...

દાહોદ : એશિયામાં સર્વ પ્રથમ વખત સૌથી ભારે ગાંઠને વજાયનલ સર્જરીથી દૂર કરાય, તબીબની સિદ્ધિ એશિયા બુકમાં પ્રમાણિત...
X

દાહોદના એક તબીબે દર્દીની અતિવિશેષ શારીરિક સ્થિતિમાં પણ સાડા છ કિલોની અંડાશયની ગાંઠ કોઇ પણ ચીરકાપ વીના વજાયલન સર્જરીથી દૂર કરીને એશિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઓપરેશન દર્જ કરાવ્યું છે. દાહોદના આ તબીબી આ પ્રકારની સ્કાર વીના સર્જરી કરનારા એશિયાના ૪૮ દેશોમાં પ્રથમ તબીબી છે.

દાહોદના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રાહુલ પડવાલે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દાહોદ નજીકના મધ્યપ્રદેશના સરહદી ગામની ૧૦૧ કિગ્રા જેટલું વજન ધરાવતી ૪૨ વર્ષીય મહિલાને મોટા અંડાશયમાં લગભગ ૩૦ થી ૪૦ સેમી. કદની ગાંઠ હોવાનું દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલ પરીક્ષણમાં નોંધાયું હતું. વિશેષ વાત તો એ હતી કે, આ મહિલાને મેદસ્વીતાના લીધે MRI પણ શક્ય ના બન્યું, ત્યારે દાહોદના તબીબ ડો રાહુલ પડવાલે આ દર્દીને વજાયનલ સર્જરીની અઘરી ગણાતી પદ્ધતિથી સર્જરી કરીને શરીરમાંથી ૬.૧ લીટર પ્રવાહી અને ૪૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતો ઘન ભાગ મળી આશરે 6.5 કિગ્રાની ગાંઠ દૂર કરી સફળતા મેળવી હતી. આધુનિક વિડીઓ લેરીન્ગોસ્કોપ મશીનની મદદથી વેસેલ સિલર મુકવામાં આવી હતી, ત્યારે દર્દીની બેહોશી શક્ય બનતા આ ઓપરેશન શક્ય બન્યું હતું. એકપણ ટાંકા વગર 'નેચરલ ઓરીફાયસિસ' પદ્ધતિને અનુસરીને તેમાં રહેલી મસમોટી ગાંઠ સાથે ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં વેસલ સિલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિમાં ઓપરેશન બાદ દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે, દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો. જેથી આ દર્દીને બીજા જ દિવસે ડીસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું હતું. આ બાબત અમે ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડઝ અને એશિયા બૂક ઓફ રેકોર્ડઝમાં દર્જ કરાવી. એ સંસ્થાઓ દ્વારા થયેલી તપાસમાં એવું ફલિત થયું કે, એશિયામાં સર્વ પ્રથમ વખત સૌથી ભારે ઓવિરીયન ટ્યુમર વજાયનલ સર્જરી દ્વારા દાહોદમાં દૂર કરવામાં આવી છે અને આ વિક્રમને પ્રમાણિત કરવામાં આવ્યો છે.

Next Story