Connect Gujarat
ગુજરાત

દાહોદ : દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી, વાંચો બકરી ચરાવનાર યુવકની સતર્કતા..!

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળ-મહુડી નજીક બકરી ચરાવવાવાળાની સતર્કતાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી,

દાહોદ : દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી, વાંચો બકરી ચરાવનાર યુવકની સતર્કતા..!
X

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળ-મહુડી નજીક બકરી ચરાવવાવાળાની સતર્કતાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી, ત્યારે રતલામ વિભાગના DRM વિનીતકુમારે યુવકને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

ગત તારીખ 21/02/2022ના રોજ બપોરના સુમારે ઉસરા તેમજ મંગલ મહુડી વચ્ચે આવતા રેલમાર્ગ પર કિલોમીટર 521/06-08ની વચ્ચે ડાઉન લાઈન પરથી પસાર થતી 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે રેલ્વેના પાટામાં લાગેલી ડીસપ્લેટના બોલ્ટ ધડાકાભેર અવાજની સાથે રેલ્વેની ટ્રેક તૂટી પડતા નજીકમાં આવેલા ખેતરમાં બકરી ચરાવનાર લીમખેડા તાલુકાના ગોરીયા ગામના 25 વર્ષીય રાકેશ દીપસિંગ બારીયાએ ધડાકાનો અવાજ સાંભળતા ટ્રેન પસાર થયા બાદ સ્થળ પર જોતા રેલ્વે ટ્રેક તૂટેલો જોવા મળ્યો હતો. દીપસિંગ બારીયા તેમજ તેમનો પુત્ર રાકેશ બારીયા ભૂતકાળમાં ટ્રેક પર કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા હોવાથી બકરી ચરાવનાર રાકેશે ટ્રેક ફેક્ચર અંગેની જાણ તેના પિતાને કરતા તેના પિતા દીપસિંગ બારીયા રેલવે કર્મચારીઓનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક ન થવા પામ્યો હતો, ત્યારે આખરે દીપસિંહ ભાઈ તેમજ રાકેશે પોતાના અનુભવને લઈને લાલ કલરનું ગમછો લઈ ડાઉન ટ્રેક પર મુંબઈ તરફ 2 કિલોમીટર સુધી દોટ મૂકી સામેથી આવતી માલગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક મારવા છતાંય માલગાડીના 3 વેગન તૂટેલા ટ્રેક ઉપરથી પસાર થઈ ગયા હતા.

રેલ્વેના તૂટેલા ટ્રેક પરથી અન્ય કોઈ ગાડી પસાર થાય તો કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે રાકેશ બારીયા લાલ કલરનો ગમછો લઈને દિલ્હી મુંબઈ ટ્રેક પર 2 કિલોમીટરથી વધારે દોટ મુકી હતી. સમગ્ર ઘટનાની જાણ રેલ્વેના અધિકારીઓને કરતા આરપીએફ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રેલ્વેના પાટાને સમારકામ માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન રેલ્વેનો ડાઉન ટ્રેક મુંબઈ જવા માટેની લાઈન 2 કલાક માટે પ્રભાવિત થઈ હતી. જોકે, એક બકરી ચરાવનાર યુવકના લીધે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવતા રતલામ વિભાગના DRM વિનીતકુમારે યુવકને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

Next Story