Connect Gujarat
ગુજરાત

દાહોદ : મોંઘવારીની "નનામી" કાઢી કોંગ્રેસ દ્વારા કરાયું અનોખી રીતે વિરોધ પ્રદર્શન...

દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બોટલો, તેલના ખાલી ડબ્બા મૂકીને મોંઘવારીની નનામી બનાવી હતી

દાહોદ : મોંઘવારીની નનામી કાઢી કોંગ્રેસ દ્વારા કરાયું અનોખી રીતે વિરોધ પ્રદર્શન...
X

દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બોટલો, તેલના ખાલી ડબ્બા મૂકીને મોંઘવારીની નનામી બનાવી હતી. જેની આગળ બેસી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધમાં નારેબાજી કરી ભારે વિરોધ કરાયો હતો.

ભાવ વધારાએ ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોની કમર તોડી નાખી છે. દિન પ્રતિદિન વધી રહેલા ભાવ વધારાને લઈને આમ આદમીનું જીવવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે ગરીબ પરીવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. શાકભાજી, ફળો, ફરસાણ, તેલ, ઘી જેવી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓના ભાવ વધતા જાય છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો થાય છે. પેટ્રોલે ફરી પાછી સેન્ચુરી પાર કરી નાખી છે, ત્યારે ખાદ્યય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ચુક્યા છે, ત્યારે મોંઘવારી ઓછી કરવા માટે કોંગ્રેસે સરકાર સામે રણસિંગું ફૂંક્યું છે.

દાહોદ કોંગ્રેસે આજે પહેલી વખત વધુ સમય સુધી હાજર રહી એક જ જગ્યાએ ઉભા રહી સરકાર સામે મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્ષિત કરાયો હતો. જેમાં જેમાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ મોંઘવારીની નનામી કાઢી રસ્તા વચ્ચે લાવી કોંગ્રેસની મહિલાઓએ પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

Next Story