ડાંગ : આહવામાં સ્વસહાય જૂથોના સામૂહિક લોન વિતરણ કાર્યક્રમમાં મંજૂરી પત્રો-ચેક એનાયત કરાયા
સ્વવિકાસ સાધવાની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે, સફેદ મૂસળી જેવા ઔષધિય પાકોમા રહેલી અર્થ ઉપાર્જનની વિપુલ શક્યતાઓનો લાભ લેવાની પણ અપીલ કરી હતી.

ડાંગ જિલ્લાના મહિલા સ્વસહાય મહિલા જૂથોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રવર્તતી વિવિધ રોજગારી અને સ્વરોજગારીનો લાભ લઈને, સ્વવિકાસ સાધવાની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે, સફેદ મૂસળી જેવા ઔષધિય પાકોમા રહેલી અર્થ ઉપાર્જનની વિપુલ શક્યતાઓનો લાભ લેવાની પણ અપીલ કરી હતી.
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.-ગાંધીનગર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવા પુરસ્કૃત 'રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાના સ્વસહાય જૂથોને બેન્ક લીંકેજીસ કેશ ક્રેડિટ કેમ્પમાં પ્રમુખ ગાવીતે ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોના મહિલા સભ્યોને ચેક, લોન મંજૂરી પત્રો પણ એનાયત કર્યા હતા. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહી, મહિલા સ્વસહાય જૂથોને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, વ્યવસાય-સેવા-અને ઉત્પાદનોના માર્કેટિંગ સહિત સ્વછતા ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી.
ધારાસભ્યએ આંબા કલમ ઉછેર જેવા વ્યવસાયમા પણ સ્વસહાય જૂથોને આગળ આવવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહાનુભાવોના હસ્તે લાભાર્થી જૂથોને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ સહિત સરકારની વિવિધ યોજનાકીય લાભો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમમા ૩૬૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૧ લાખથી લઈને રૂ. ૪ લાખ સુધીની લોનના મંજૂરી પત્રો અને ચેક એનાયત કરાયા હતા. મહિલાઓના સશક્તિકરણ અર્થે આયોજિત આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ દશરથ પવાર સહિત મહિલા પ્રભારી સિતા નાયક પણ વિશેષ હાજરી આપી, જૂથની ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
દિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMTછોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ...
19 May 2022 7:38 AM GMTહાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ...
19 May 2022 7:31 AM GMTહાર્દિકનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી,આવતા અઠવાડીએ થઈ શકે છે મેગા શો ...
19 May 2022 7:25 AM GMTભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ...
19 May 2022 6:56 AM GMT