Connect Gujarat
ગુજરાત

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે રૂ. 6 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું...

ગુજરાતની ગરિમાને ચાર ચાંદ લગાવવાનું શ્રેય, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર, નરેન્દ્ર મોદીને જાય છે, તેમ ગિરિમથક સાપુતારા ખાતે જણાવ્યુ હતું.

ડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે રૂ. 6 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું...
X

ગરવી ગુજરાતની ગૌરવગાથા વર્ણવતા રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીએ, ગુજરાતને પ્રાપ્ત થયેલા ભૂભાગનો પ્રવાસન ક્ષેત્રે બખૂબી ઉપયોગ કરીને, ગુજરાતની ગરિમાને ચાર ચાંદ લગાવવાનું શ્રેય, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર, નરેન્દ્ર મોદીને જાય છે, તેમ ગિરિમથક સાપુતારા ખાતે જણાવ્યુ હતું.

કચ્છનું સફેદ રણ હોય, કે ગુજરાતનો વિશાળ સમુદ્ર કિનારો, ગિરનાર-પાવાગઢ-અને ગબ્બર જેવા ઊંચા પહાડો હોય, કે લીલાછમ વન વિસ્તારો હોય. દરેક પ્રદેશની તાસીરને જાણીપીછાણી, પ્રવાસન વિકાસના માધ્યમથી સ્થાનિક રોજગારીનુ સર્જન કરવાની કળા, આપણા વડાપ્રધાને હસ્તગત કરીને, ગુજરાત અને દેશના પ્રવાસન સ્થળોને વૈશ્વિક ઓળખ પ્રદાન કરી છે, તેમ જણાવ્યુ હતું. સહયાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સ્થિત ગવર્નર હિલ ખાતે કુલ રૂ. ૬ કરોડ ૧૮ લાખથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા પ્રવાસન મંત્રીએ ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે આવતા સહેલાડાંગ : ગિરિમથક સાપુતારા ખાતે રૂ. 6 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું...ણીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સાથે, પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે દિશામા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ ઉમેર્યુ હતું.

Next Story
Share it