Connect Gujarat
ગુજરાત

ડાંગ : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

ડાંગ : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
X

ડાંગ જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની હિમાયત કરતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાપૂર્વક સામનો કરવા માટે જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સત્વરે ઓક્સીજન પ્લાન્ટ શરુ કરવા, અને વેક્સીનેસનની કામગીરી તેજ કરવાની અપીલ કરી હતી.

ઈ-સંજીવની એપના ઉપયોગ સાથે જિલ્લાના દરેક કર્મચારી/અધિકારીઓ વેકસીનના બંને ડોઝ લઈને પોતાની જાતને, અને તેમના પરિવારોને સુરક્ષિત કરે તે બાબત સુનિશ્ચિત કરવા સાથે, જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટરએ જિલ્લાના તમામ વિભાગો, કચેરીઓને પરસ્પર સહયોગ, અને સંકલન સાથે કાર્ય કરવાની પણ અપીલ કરી હતી. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સાથે બાકી પેન્શન કેસ, નાગરિક અધિકારપત્ર હેઠળની અરજીઓ, એ.જિ. ઓડીટના બાકી પેરાઓની પૂર્તતા, તુમાર નિકાલ ઝુંબેશ, દફતર વર્ગીકરણ, સ્વચ્છતા અભિયાન, સરકારી લેણાની બાકી વસુલાત, વીજ કંપનીના પ્રશ્નો બાબતે વિસ્તૃત જાણકારી આપી જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

આ દરમ્યાન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.ચૌધરી, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો, અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ સહિતના જુદા જુદા ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

Next Story