Connect Gujarat
ગુજરાત

ડાંગ : 100 ટકા વેક્સિનેશન માટે તંત્ર પ્રતિબદ્ધ, ગુજરાત બહારથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરાશે

ડાંગ : 100 ટકા વેક્સિનેશન માટે તંત્ર પ્રતિબદ્ધ, ગુજરાત બહારથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરાશે
X

મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાને પ્રવેશતો રોકવા માટે સઘન ચેકીંગ અભિયાન સાથે, ડાંગ જિલ્લામાંથી જિલ્લા બહાર જતા શ્રમિકોના ફરજિયાત વેક્સિનેશનને પ્રાધાન્ય આપવાનો લક્ષ નિર્ધાર કરતા કલેકટર ભાવિન પંડ્યાએ ડોર-ટુ-ડોર વેક્સિનેશન માટે પણ વિશેષ અભિયાન હાથ ધર્યું છે.

ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરએ સરહદી ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર આરોગ્ય અને પોલીસની ટીમ સતત કાર્યરત કરીને નિયમોનુસાર ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરવા સાથે, ડાંગ બહાર જતા શ્રમિક પરિવારો ફરજિયાત રસી લે તે સુનિશ્ચિત કરવાની પણ હિમાયત કરી હતી.

જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને તેમના પરિવારજનો પણ ફરજિયાત રસી લે તે આવશ્યક છે તેમ જણાવતા કલેક્ટરએ શાળા સંચાલકો અને પ્રિન્સિપાલ ઉપરાંત શેરડીના કારખાનાના સંચાલકો આ બાબતે વિશેષ જવાબદારી અદા કરશે. ડાંગ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે તમામ આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરોની રજા રદ્દ કરીને ડોર-ટુ-ડોર રસિકરણ અભિયાન હાથ ધરાઈ રહ્યુ છે, તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગએ વેક્સિનેશનની કામગીરી માટે માઈક્રો પ્લાન તૈયાર કર્યો હોવાનું જણાવ્યુ હતું.

Next Story