Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવાના આંગણે યોજાશે "ડાંગ દરબાર", ભાતિગળ લોકમેળાની તૈયારીઓ શરૂ...

ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક વિરાસતને ઉજાગર કરતા ડાંગ દરબારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

ડાંગ : આહવાના આંગણે યોજાશે ડાંગ દરબાર, ભાતિગળ લોકમેળાની તૈયારીઓ શરૂ...
X

ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક વિરાસતને ઉજાગર કરતા ડાંગ દરબારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આગામી તા. ૧૩થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન યોજાનાર ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાના સુચારૂ આયોજન-વ્યવસ્થા અંગે, જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયુ છે.

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં જુદી જુદી સમિતિઓના ગઠન સાથે સોંપાયેલી કામગીરીને આખરી ઓપ આપવા માટે, જુદા જુદા અધિકારીઓ તેમની ટીમ સાથે ખડેપગે તૈનાત થઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે, એક વર્ષના વિરામ બાદ આ વર્ષે ફરિ વાર યોજાય રહેલા ડાંગ દરબારને લઈને ડાંગી પ્રજાજનોમા અનેરો ઉત્સાહ વર્તાય રહ્યો છે, ત્યારે મેળામાં ઉમટતા વેપારીઓ, મનોરંજન રાઇટ્સના સંચાલકો, સ્ટોલ ધારકો, પ્રશાસનિક અધિકારી, કર્મચારીઓ સૌ પોતપોતાની જવાબદારીને સુપેરે પાર પાડવા માટે તૈનાત થઈ ગયા છે.

Next Story