Connect Gujarat
ગુજરાત

ડાંગ : મતદાન લોક જાગૃતિ અર્થે EVM/VVPAT નિદર્શન વાનને જિલ્લા કલેકટરે લીલી ઝંડી આપી...

જિલ્લાના 335-મતદાન મથકો ખાતે EVM/VVPAT દ્વારા મતદાનની લોક જાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન વાનને પણ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

ડાંગ : મતદાન લોક જાગૃતિ અર્થે EVM/VVPAT નિદર્શન વાનને જિલ્લા કલેકટરે લીલી ઝંડી આપી...
X

આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના ઉપક્રમે ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમા સમાવિષ્ટ મતદારો માટે EVM/VVPAT દ્વારા મતદાનની લોકજાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન કેન્દ્ર કલેકટર કચેરી આહવા ડાંગ ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઉંપરાત ડાંગ જિલ્લાના 335-મતદાન મથકો ખાતે EVM/VVPAT દ્વારા મતદાનની લોક જાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન વાનને પણ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, ચૂંટણી મામલતદાર મેહુલ જે. ભરવાડ, નાયબ મામલતદાર હિરેનભાઇ પટેલ, રિંકલ વસાવા, ધર્મેશ વસાવા અને ભુમિ ભીંગરાડીયા તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.

Next Story
Share it