Connect Gujarat
ગુજરાત

ડાંગ : "નારી ગૌરવ દિવસ" નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળોને વ્યાજ વિનાની લોન અપાઈ

ડાંગ : નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળોને વ્યાજ વિનાની લોન અપાઈ
X

ડાંગ જેવા વન વિસ્તારમા વન, પર્યાવરણ જાળવણીની સાથે નાના નાના ગૃહ ઉદ્યોગો ગ્રામીણ નારીઓ માટે સ્વરોજગારીનુ માધ્યમ બની રહ્યુ છે, ત્યારે આ ક્ષેત્રે વિકાસની રહેલી અઢળક તકોનો ખ્યાલ આપતા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષના કાર્યોની ઝાંખી કરાવી હતી.

આહવા ખાતે નારી ગૌરવ દિવસ નિમિત્તે ઉપસ્થિત ગ્રામીણ નારીઓની જાગૃતિને બિરદાવી સખીમંડળની મહિલાઓને સ્વય લાભાન્વિત થઈ, છેવાડાની નારીઓ, અને જરૂરિયાતમંદોને પણ જાગૃત કરવાની અપીલ કરી હતી. સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનુ સન્માન જળવાય તે અતિ આવશ્યક છે. નારી ગૌરવ એટલે મહિલાઓનું સન્માન, અને આત્મ ગૌરવ. તેમની કામગીરી, ચિંતાઓ, અધિકારો વિગેરે કોઈપણ સમાજના વિકાસ માટે આવશ્યક હોય છે.

માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન પૂરુ પાડે છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની વિજય રૂપાણી અને નીતિન પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી, અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.

પાંચ વર્ષ નારી ગૌરવના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ખુબ જ મહત્વાકાંક્ષી એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામા મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનુ રોલમોડલ બનાવવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1,000 કરોડની લોન સહાય આપવાનો નિર્ધાર કર્યો છે.

Next Story