Connect Gujarat
ગુજરાત

ડાંગ : પુષ્પા ફિલ્મના રવાડે ચઢીને રીલ અને રિયલ લાઇફનો તફાવત વિસરતા તસ્કરો…

ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જના ખોખરી ગામની સીમમાંથી, ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી કેટલાક ઇસમો તેને તવેરા કારમાં ભરી રહ્યા હોવાની બાતમી, સ્થાનિક વન વિભાગને મળવા પામી હતી.

ડાંગ : પુષ્પા ફિલ્મના રવાડે ચઢીને રીલ અને રિયલ લાઇફનો તફાવત વિસરતા તસ્કરો…
X

ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જના ખોખરી ગામની સીમમાંથી, ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી કેટલાક ઇસમો તેને તવેરા કારમાં ભરી રહ્યા હોવાની બાતમી, સ્થાનિક વન વિભાગને મળવા પામી હતી.

બાતમીના આધારે બરડીપાડાના વન અધિકારીઓ તથા વનકર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર ઘસી જઈ ખોખરીથી શિરિશપાડા તરફ જતા રસ્તા ઉપર ગત રાત્રિના સુમારે સાગી લાકડા ભરેલી તવેરા ગાડી નં. GJ-05-CH-9347 નજરે પડી હતી. અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સો કાર છોડીને પલાયન થઈ ગયા હતા. ગાડીની તપાસ કરતા તેમાંથી 16 નંગ સાગી ચોરસા (૦.753 ઘનમીટર) કે, જેની અંદાજિત કિંમત રૂ. 50,000/- તથા તવેરા કારની કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ, અને ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતિષ પરમાર તથા તેમના ચુનંદા વનકર્મીઓ સર્વ એન.એમ.ચૌહાણ, એચ.કે.ચાવડા, તથા ડી.એસ.હળપતિ વિગેરે લાકડા ચોરોનો બદઈરાદો નકામયાબ બનાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, પુષ્પા ફિલ્મને રવાડે ચડીને રીલ અને રિયલ લાઇફનો તફાવત વિસરી, પોતાનો જીવ જોખમમાં મુકતા તસ્કરોને કોઈ પણ સંજોગે સાંખી નહીં લેવાય તેમ જણાવતા વન અધિકારીઓએ હોળી/ધુળેટીના તહેવારો સહિતઆગામી દિવસોમાં વધુ સતર્કતા સાથે લાકડા ચોરો ઉપર સિકંજો કસવામાં આવશે તેવી તૈયારી બતાવી છે.

Next Story