Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સી.એમ. કેજરીવાલ સાથે પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીની મુલાકાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે.

અમદાવાદ: સી.એમ. કેજરીવાલ સાથે પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીની મુલાકાત
X

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકર્તા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને અહીં પાર્ટીના હોદેદારો સાથે બેઠક કરી હતી તો સાથે પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી પણ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા અને લગભગ 15 મિનિટ મુલાકાત કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ધમધમાટ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને 15 જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. આજે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે "હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું.

ગુજરાતના બધા ભાઈ-બહેન ને મળશે. કેજરીવાલ સવારે 10.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા ત્યાંથી સીધા તેઓ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા જ્યાં કેટલાક નેતાઓ અને આમ આદમી પાર્ટીમાં જોડાનારા કાર્યકરો સાથે બેઠક કરી હતી જેમાં પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા આમ આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી અને બાકી 10 લોકો પણ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું હતું અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારી નો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

Next Story