ધ્રાંગધ્રા : મેથાણ ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા થયેલી ચોરી મામલે ગ્રામજનોએ જીલ્લા કલેકટર સહિત ડીએસપી કચેરી ખાતે કરી રજૂઆત

પોલીસ દ્વારા મૂળ મુદ્દામાલની ચોરીની કિંમત કરતાં ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષ
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા થયેલી ચોરી મામલે ગ્રામજનો અને આગેવાનોએ જીલ્લા કલેકટર સહિત ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા મૂળ મુદ્દામાલની ચોરીની કિંમત કરતાં ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં વર્ષો જૂના કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં તસ્કરો દ્વારા થયેલી ચોરી મામલે ગ્રામજનો અને આગેવાનોએ જીલ્લા કલેકટર સહિત ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા મૂળ મુદ્દામાલની ચોરીની કિંમત કરતાં ઓછી રકમની ફરિયાદ નોંધતા ગ્રામજનો સહિત આગેવાનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. આ ચોરીની ઘટનામાં સોના ચાંદીના મુગટ, મૂર્તિ, છતર, ચરણ પાદુકા સહિત અંદાજે રૂ 8.37લાખના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આથી અા ચોરી કેસમાં પૂરા મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધી તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ પણ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ મંદિરમાં ચોરીની ઘટનાથી લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT