Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરી નારાજગી વ્યકત કરી

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વિટ થી ખળભળાટ મચ્યો છે. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી છે

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરી નારાજગી વ્યકત કરી
X

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ખેડાના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. આ તરફ રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપી દીધુ. સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો રાજીનામું ઉલ્લેખ કર્યો હતો. તેમજ કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ તમામ વચ્ચે કોંગ્રેસના દિવંગત નેતાના પુત્રએ પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.


કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વિટ થી ખળભળાટ મચ્યો છે. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યુ કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી જે જોતા કહી ફૈઝલ પટેલ કોંગ્રેસ છોડે તેવી પણ શક્યતાઓ જણાઇ આવે છે. ગત મહિને ફૈઝલ પટેલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ચોક્કસ નથી. જો કે, તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ પક્ષ માટે કામ કરશે.

એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. ફૈસલે ટ્વીટમાં આગળ લખ્યું, 'મારી ટીમ રાજકીય પરિસ્થિતિ વર્તમાન વાસ્તવિકતામાં મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય લક્ષ્યને પૂરા કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો કરશે.' એક તરફ ફૈઝલ પટેલે રાજકારણમાં જોડાવા માટે ચોક્કસ નથી તો બીજી તરફ આજે જે ટ્વિટ કરવામાં આવ્યુ છે તેની પરથી ઘણા અર્થ નીકળી રહ્યા છે. ત્યારે અહી સવાલ ઉઠી રહ્યા છે કે કે આવનારા સમયમાં ફૈઝલ પટેલ શું ભાજપમાં જોડાશે ? શું કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે તેઓ મુલાકાત કરશે ? કે પછી કોંગ્રેસ દ્વારા તેમને કોઇ જવાબદારી સોંપાશે ?

Next Story