Connect Gujarat
ગુજરાત

છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ, ગુજરાત એસટી બનશે સ્માર્ટ સ્વાઇપ મશીનથી થશે ટિકિટ

ગુજરાતમાં ગામડે-ગામડે અને અંતરિયાળ વિસ્તારમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ બસ પહોંચે છે.

છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ, ગુજરાત એસટી બનશે સ્માર્ટ સ્વાઇપ મશીનથી થશે ટિકિટ
X

ગુજરાતમાં ગામડે-ગામડે અને અંતરિયાળ વિસ્તારમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ બસ પહોંચે છે. ત્યારે રાજ્યમાં 7 હજારથી વધુ બસ ઓપરેટર કરતી નિગમ હવે કેશલેસ થવા એક ડગલું આગળ વધી રહી છે. રાજ્યની 100 જેટલી વોલ્વો અને એસી બસોમાં આ સેવા શરૂ કરી રહી છે. જેમાં POS મશીન માં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરી ટિકિટ લઈ શકશે.

હવેથી એસ.ટી.બસમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ શોપિંગ મોલ કે મોટી દુકાનની જેમ ટિકિટ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઈપ કરો ટિકિટ મેળવી શકશે. જેથી હવે GSRTCની બસમાં છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. માત્ર ડિજિટલ પેમેન્ટ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે ઓન ધ સ્પોટ કેશ થકી પણ ટિકિટ લેવાનો વિકલ્પ મળી રહેશે.GSRTCની બસના કંડકટર પણ હવે ટિકિટ આપવાની બાબતમાં સ્માર્ટ બનશે. એસ.ટી.નિગમે પ્રાયોગિક ધોરણે 65 જેટલી પ્રીમિયમ બસમાં સ્વાઇપ મશીન થકી પ્રવાસીઓ ટિકિટ ઇશ્યુ કરવામાં આવી રહી છે.

જેમાં પ્રવાસી પોતાના ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ થકી POS મશીન માં કાર્ડ સ્વાઇપ કરીને ટિકિટ લઈ શકે છે. હાલ પ્રાયોગિક ધોરણે નિગમની વોલ્વો અને એસ.સી કેટેગરીની પ્રીમિયમ બસમાં આ સુવિધા શરૂ કરી છે. આગામી દિવસોમાં વધુ 45 બસોમાં સ્વાઇપ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આની પહેલા એસટી નિગમ ઇલેકટ્રીકલ બસો પણ લાવી ચૂક્યું છે અને પ્રાયોગિક ધોરણે તેની શરૂઆત પણ કરવામાં આવી છે .

Next Story