Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સિવિલ હોસ્પીટલમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ.

X

રથયાત્રાના દિવસે ગૃહ પ્રધાન અમિત શાહે તેમના મત વિસ્તાર ગાંધીનગરની મુલાકાત લીધી હતી જ્યાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્લાન્ટ લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના મત વિસ્તાર ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ પ્રકારની ઓક્સિઝન અછત ના પાડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંભવ તમામ પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની ગ્રાન્ટમાંથી રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યના આરોગ્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ રાજ્યમાં અલગ અલગ સિવિલ હોસ્પિટલોમાં ત્રીજી લહેર સામે તૈયારી કરવામાં આવી રહી છે.

Next Story