Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ ફાયર પ્લાન મંજૂર કરવાની અવેજીમાં 5 લાખની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પાડતાં ચકચાર મચી છે.

ગાંધીનગર: રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયા
X

ગાંધીનગર રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ ફાયર પ્લાન મંજૂર કરવાની અવેજીમાં 5 લાખની લાંચ લેતાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી પાડતાં ચકચાર મચી છે. આ લાંચ પ્રકરણમાં તેને શાળાએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી મહેશ મોડ ગાંધીનગર મનપામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગાંધીનગર રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડે ફાયર પ્લાન મંજૂર કરાવવા માટે પાંચ લાખની લાંચ માગી હતી, જે અન્વયે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ દાખલ કરી હતી, જેને પગલે આજે ગાંધીનગરમાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું,

જેમાં તેમના સાળાની પણ સંડોવણી હતી. આ છટકામાં ગાંધીનગર રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ આબાદ રીતે પાંચ લાખની લાંચ લેતાં ઝડપાઈ જતાં ગાંધીનગર માં ચકચાર મચી જવા પામી છે ગાંધીનગરમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મહેશ મોડની પ્રશંસનીય સેવા ને ધ્યાને લઈને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયેલ છે. વર્ષ 1997 થી 2002 દરમિયાન મહેશ મોડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમની નિમણૂક ગાંધીનગર ફાયર ઓફિસર તરીકે થઈ હતી. પોતાની ફરજ દરમિયાન ભુજમાં ધરતીકંપ તેમજ અક્ષરધામ હુમલા સમયે મહેશ મોડે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેમની કામગીરીની નોંધ લઈને 26મી જાન્યુઆરી 2013માં રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કરાયો છે

Next Story