Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં અરૂણાચલ પ્રદેશના 15 DySPને અપાઈ તાલીમ

આ અધિકારીઓને ચાઇનીસ ભાષાથી લઇ સાઇબર ક્રાઈમનું વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું છે,

X

ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અરુણાચલના 16 પ્રોબેશનરી ડીવાયએસપીને તાલીમ આપવામાં આવી છે, હવે આ અધિકારીઓ ચીન સામે ટક્કર લેશે.

અરુણાચલ પ્રદેશના 16 પ્રોબેશનરી ડીવાયએસપીને ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે તાલીમ આપવામાં આવી હતી. જેમાં આ અધિકારીઓને ચાઇનીસ ભાષાથી લઇ સાઇબર ક્રાઈમનું વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું છે, તો સાથે હથિયારની તપાસ કરવાની પણ તાલીમ આપવામાં આવી છે. આ પ્રોબેશનરી ડી.વાય.એસ.પી.ઓને બોર્ડર પરની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ત્યાં કયા પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે. તેમાં કેવી રીતે સફળ થઇ શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર કેવી રીતે લોકમાનસમાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે, તેની પણ રસપ્રદ માહિતી આપી હતી. તેમજ ચાઇનીઝ ભાષાનું જ્ઞાન આ પોલીસ જવાનોને કેવી રીતે બોર્ડર પર ઉપયોગી બની રહેશે, તેની પણ વાત કરી હતી. આ ઉપરાંત તાલીમ સત્રમાં હથિયારોની તપાસ, ફોરેન્સિક બેલિસ્ટિક પરીક્ષણ, ફિંગરપ્રિન્ટ અને અન્ય છાપ પુરાવા, ફિંગરપ્રિન્ટ વિઝ્યુલાઇઝેશન અને ડેવલપમેન્ટ, ડી.એન.એ. રૂપરેખા, જૈવિક પ્રવાહી અને માઇક્રોસ્કોપ પરીક્ષાનું પ્રારંભિક પરીક્ષણ, ગંભીર છેતરપિંડી, ફોરેન્સિક અને દસ્તાવેજોની તપાસ, વિડિયો- છબીની તપાસ, ફોરેન્સિક ટોક્સિકોલોજી, ડાર્ક વેબનો પરિચય, ઇન્ટરનેટ બેન્કિંગ છેતરપિંડી, આઇ.ટી. કાયદાઓ અને સુધારાઓ, ફેક ન્યૂઝ ડિટેકશન, હેકિંગ અને ફિશિંગ તેમજ ફોરેન્સિક અને કાયદાઓ જેવા અનેક વિષયની માહિતી આપવામાં આવી છે.

Next Story