Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યના નવ નિયુક્ત ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતા પૂર્વે કોના લીધા આશીર્વાદ ?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું

ગાંધીનગર: રાજ્યના નવ નિયુક્ત ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતા પૂર્વે કોના લીધા આશીર્વાદ ?
X

રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્ય મંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટ ખુરશી પર બેઠા હતા. પોતાના કાર્યાલય જતા પહેલા તેઓ પ્રદીપસિંહ જાડેજાને મળવા પહોંચ્યા હતા અને તેમને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ, તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા આવવું નહીં, એવો સંકેત આપી દીધો છે તેમણે આગળ કહ્યું હતું કે આજે સવારે જ મેં રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ ના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા આવ્યો છું. ગુજરાતભરના લોકોને વિનંતી કરું છે કે આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને એ સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સાથે તમારે અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈમેલ કે અન્ય ટેક્નોલોજિકલ માધ્યમથી તમારી ઈચ્છા દર્શાવી શકો છો

Next Story
Share it