Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : દારૂની ભઠ્ઠી પર રેડ કરવા ગયેલ પોલીસ પર બુટલેગરનો જીવલેણ હુમલો, PI સહિત 2 પોલીસકર્મીને ઇજા

કોડીનાર ખાતે બુટલેગર અને તેના મળતીયાઓએ મળીને પોલીસ પર હુમલો કરતાં પીઆઈ સહિત 2 પોલીસ કર્મીઓને ઇજા થઈ હોવાની ઘટના સામે આવી છે.

X

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બુટલેગર અને તેના મળતીયાઓએ મળીને પોલીસ પર હુમલો કરતાં પીઆઈ સહિત 2 પોલીસ કર્મીઓને ઇજા થઈ હોવાની ઘટના સામે આવી છે.

જાણે કે, રાજ્યમાં બુટલેગરોને જરા પણ પોલીસનો ડર ના હોય તેમ દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે અને વારંવાર પોલીસ પર હુમલો કર્યો હોવાના બનાવ પણ સામે આવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ મથકના હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના વેપલા પોલીસ રેડ પાડવા ગઈ હતી. તે દરમ્યાન બુટલેગર અને તેમના સાગરીતોએ મળીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પીઆઈ સહિત 2 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને કોડીનારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, બુટલેગર સહિત હુમલાખોરોને વહેલી તકે ઝડપી લેવા કોડિનાર પોલીસે તજવીજ હાથ ધરી છે.

Next Story