ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર,સમુદ્ર પણ બન્યો આકર્ષણનું કેન્દ્ર
દિવાળીના વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
BY Connect Gujarat7 Nov 2021 12:02 PM GMT

X
Connect Gujarat7 Nov 2021 12:02 PM GMT
દિવાળીના વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રજાના દિવસોમાં સોમનાથ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા
નવા વર્ષમાં લોકો સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે.નવું વર્ષ શરૂ થતા આ વર્ષ ફળદાયી નીવડે તે માટે સોમનાથ મહાદેવને શિષ ઝુકાવી આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થધામ સોમનાથમાં જોવા મળ્યા હતા.સોમનાથ મહાદેવના દર્શન સાથે શ્રદ્ધાળુઓ અહીંના સમુદ્ર કિનારે પણ મનોરંજન કરવાનું પસંદ કરી રહ્યા છે.સોમનાથના અરબી સમુદ્રના કિનારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચોપાટી પર સમુદ્રને માણવાનો આનંદ લય રહ્યા છે.સોમનાથ બાદ સાસણ ગીર અને દીવ માં પણ પ્રવાસીઓ નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અહીંની હોટેલો 10 તારીખ સુધી હાઉસ ફૂલ બની છે
Next Story