Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કોડીનારની જિનિંગ ફેક્ટરીમાંથી રૂ. 4.20 લાખની રોકડ રકમ લઈ તસ્કરો ફરાર...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની એક જિનિંગ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા.

ગીર સોમનાથ : કોડીનારની જિનિંગ ફેક્ટરીમાંથી રૂ. 4.20 લાખની રોકડ રકમ લઈ તસ્કરો ફરાર...
X

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની એક જિનિંગ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં રૂપિયા 4.20 લાખની રોકડ લઈ ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અલી મહંમદ મુસા એન્ડ કંપની નામની જિનિંગ ફેક્ટરીમાં ગત શુક્રવારે રાત્રિના 2:30 કલાકના અરસામાં 2 અજાણ્યા બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં ઓફિસની બારીના નકુચા તોડી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાના તોડી રૂપિયા 4.20 લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, સવારે કર્મચારીઓ ફેક્ટરીએ પહોંચ્યા, ત્યારે બનાવની જાણ થતા માલિક હાજી નુરમહમદ હાલાઈને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે હોસ્પિટલમાં કામ અર્થે રાજકોટ હોવાથી માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે કંપની ખાતે દોડી આવી સીસીટીવી ફૂટેજ તપાસતા 2 બુકાનીધારી શખ્સ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story