Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ શિબીરનું આયોજન કરાયું...

કમિશનર યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે રાજ્‍યના ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં તરવૈયા યુવક યુવતીઓ માટે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.

ગીર સોમનાથ : વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ શિબીરનું આયોજન કરાયું...
X

કમિશનર યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે રાજ્‍યના ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં તરવૈયા યુવક યુવતીઓ માટે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે. જે અનુસાર સંભવિત જાન્‍યુઆરી-૨૦૨૨ના અનુકૂળ ૧૦ દિવસ દરમ્‍યાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબીર યોજવાનું નક્કી કર્યુ છે.

આ શિબીરમાં ભાગ લેવા ઇચ્‍છતા યુવક યુવતિઓ કે જેમની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસીક રીતે તંદુરસ્‍ત હોય, તેમજ સામાન્‍ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમુનાનુ અરજી ફોર્મ કચેરીના બ્‍લોગ એડ્રેસ- youthofficergirsomnath.blogsport.com પરથી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં ૩૧૩, ૩૧૪, બીજો માળ, ઇણાજ તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ-૩૬૨૨૬૫ ખાતે તા. ૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. શિબીર માટે પસંદગી કરતા પુર્વે તરણ કસોટીમાં ઉતિર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્‍પના સ્‍થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ ( સાદી એસ.ટી બસ ), નિવાસ, તેમજ ભોજન આપવામાં આવનાર હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Next Story