Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : યુપીના CM યોગી આદિત્યનાથે વેરાવળમાં ગજવી જનસભા, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર...

વેરાવળ ખાતે યુપીના CM યોગી આદિત્યનાથની સભા, ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા યોગી આદિત્યનાથ

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ વિશાળ જનમેદનીને સંબોધન કરી આક્ષેપો સાથે કોંગ્રેસ અને આપ પાર્ટીને આડે હાથ લીધી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચાર અંતિમ દોરમાં છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. CM યોગીએ સોમનાથ પર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી હતી. આ સાથે જ તેઓએ સભા સંબોધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમને સન્માન તો નહીં આપે, અને તમારી સુરક્ષા પણ નહીં કરી શકે તેવું CM યોગીએ જણાવ્યુ હતું.

તો બીજી તરફ કોંગ્રેસ ને આડેહાથ લઈ યોગી એ કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક માટે ક્યારેય પણ આપણી આસ્થાને સન્માન નહીં આપે. જે કોંગ્રેસ તમારી આસ્થા સાથે ખીલવાડ કરે છે શું એવી કોંગ્રેસ ને મત આપશો..???. યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યુ હતું કે, સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ છે. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યુ નથી. આ તકે યોગી સહિતના મહાનુભાવોએ સંવિધાન ગોરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Next Story