ગિરનાર પર્વત પર જવું ક્રિકેટપ્રેમીઓ માટે થશે ફ્રી, ગુજરાત ટાઈટન્સ જીતશે તો રોપ વે દ્વારા મુસાફરી મળશે મફત,જાણો વધુ

ગિરનાર રોપ-વે દ્વારા એક યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે.

New Update

ગિરનાર રોપ-વે દ્વારા એક યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે. જૂનાગઢમાં ઉષા બ્રેકો સંચાલિત ઉડન ખટોલા(રોપ-વે)માં ક્રિકેટની મેચને લઇને અનોખી યોજના લાગુ કરાઇ છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ટાઇટલ જીતે તો સ્ટેડિયમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે.

Advertisment

મળતી માહિતી અનુસાર આઇપીએલની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે રોપ-વે દ્વારા એક યોજના ક્રિકેટની મેચને લઇને બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટાઇટલ જીતે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે.

Advertisment