Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨૭ જેટલા વિવિધ દંડની વસુલાતથી સરકારને અધધ ૨૭૦૦ કરોડની કમાણી !

નિયમો તો તોડવા માટે જ હોય છે. એવી એક સામાન્ય છાપ લોકોમાંથી હજુ ભૂંસાતી નથી. જેનું પરિણામ નિયમ તોડનાર લોકો જ ભોગવે છે.

રાજ્યમાં ૨૭ જેટલા વિવિધ દંડની વસુલાતથી સરકારને અધધ ૨૭૦૦ કરોડની કમાણી !
X

નિયમો તો તોડવા માટે જ હોય છે. એવી એક સામાન્ય છાપ લોકોમાંથી હજુ ભૂંસાતી નથી. જેનું પરિણામ નિયમ તોડનાર લોકો જ ભોગવે છે. રોજબરોજના નિયમોનો ભંગ કરીને વર્ષેદહાડે ગુજરાતીઓ અંદાજે 800 કરોડથી પણ વધુ રકમનો દંડ ભરે છે. હાલમાં 6 માર્ચ થી 15 માર્ચ સુધી રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી જેમાં માત્ર અમદાવાદ શહેરમાં 9 દિવસમાં સીટ બેલ્ટ-હેલ્મેટ નહીં પહેરનારા પાસેથી 23.65 લાખ રૂપિયા દંડ વસૂલાયો હતો.વિવિધ વિભાગો માંથી મળેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતી અંદાજે રૂ.2500 કરોડની રકમ ના દંડ ભર્યો છે. કોરોનામાં માસ્ક ના નિયમોનો ભંગ કરીને જ બે વર્ષમાં રૂ.250 કરોડનો દંડ આપણે ભરી ચૂક્યા છીએ. ટ્રાફિકના વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ ગુજરાતીઓ ત્રણ વર્ષમાં રૂ.400 કરોડ જેટલો દંડ જમા કરાવી ચૂક્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમો તોડવામાં લોકો સૌથી આગળ છે.

ત્રણ વર્ષમાં વીજ ચોરી કરીને પણ રૂ.400 કરોડ તો વીજળી બિલ ભરવામાં મોડું કરીને રૂ.600 કરોડથી વધારે ભરી ચૂક્યા છીએ.રાજ્યમાં બે વર્ષમાં માસ્કના નિયમનો ભંગ કરનારા 36.26 લાખ લોકો પાસેથી 250 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. સ્થળ પર દંડ ન ભરનાર 53 હજાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા હતા. એક કરોડથી ઓછા દંડની વસૂલાત માત્ર બે જિલ્લાઓ ડાંગ અને નર્મદામાં છે. અમદાવાદ જીલ્લામાંથી સૌથી વધુ 60 કરોડ, સુરત જિલ્લામાંથી 30 કરોડના દંડની વસૂલાત કરી છે.રાજ્યમાં વીજળી ચોરીના વધતા દૂષણ ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ 16 પોલીસ સ્ટેશન કાર્યરત છે. સુરત, વડોદરા, નડિયાદ, ગોધરા, ભરૂચ, વલસાડ, સાબરમતી, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભૂજ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર ખાતે વીજચોરીને ડામવા અલગ પોલીસ સ્ટેશન છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના વિજિલન્સ વિભાગ દ્વારા આ કામગીરી કરાય છે.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ દંડ વસૂલાયો. દાહોદ, તાપી, છોટાઉદેપુર જિલ્લો સૌથી ઓછો દંડ વસૂલાયો.

Next Story