પારિવારિક વિવાદમાં સરકાર કરાવશે સમાધાન,વાંચો ગુજરાત સરકારની શું છે નવી યોજના
કૌટુંબિક વિવાદો ટળે તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત વિવાદોના સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે.

રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દ ભર્યું વાતાવરણ સર્જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે "ફેમિલી ફર્સ્ટ-સમજાવટ નું સરનામુ" યોજના અમલી મુકવામાં આવી છે. જે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિનું ગઠન કરવામાં આવશે.
રાજ્યમાં પારિવારિક સંબંધો સુદ્રઢ બને કૌટુંબિક વિવાદો ટળે તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત વિવાદોના સુલેહ માટે "ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ" યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિનું ગઠન કરશે કૌટુંબિક વિવાદોના જે કેસ નોંધાય તે તમામ કેસોની પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે.
કામગીરી નિભાવી પક્ષકારોની પારિવારિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન મર્યાદા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો નિકાલ કરાશે. પરિવાર કાયદાકીય પ્રક્રિયા આધિન હેરાન પરેશાન થાય નહિ તે ધ્યાને રાખી સુલહ કરવાના બને તેટલા પ્રયત્નો કરવાના રહેશે. આ કામગીરી કરવા સ્થાનિક કક્ષાએ અમલીકરણ હેતુ સાત સભ્યોની સમિતિનું ગઠન કરશે.જિલ્લા કક્ષાએ હોદાની રૂએ જિલ્લા કલેકટર કે જિલ્લા કલેકટર દ્વારા રેસીડેન્સીયલ એડીશનલ કલેકટર અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે.